કઝાકિસ્તાનમાં 100 લોકોને લઈને જતું વિમાન ટેક ઓફ બાદ ગણતરીની પળોમાં ક્રેશ, 14ના મોત

કઝાકિસ્તાન (Kazakhstan) ના સૌથી મોટા શહેર અલમાટી (Almaty) ની નજીક એક પેસેન્જર પ્લેન ક્રેશ થઈ ગયું. આ વિમાનમાં 95 મુસાફરો અને 5 ક્રુ મેમ્બર્સ સવાર હતાં.

કઝાકિસ્તાનમાં 100 લોકોને લઈને જતું વિમાન ટેક ઓફ બાદ ગણતરીની પળોમાં ક્રેશ, 14ના મોત

અલ્માટી: કઝાકિસ્તાનના અલ્માટી શહેર પાસે આજે બેક એર કંપનીનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત  થયું. એરપોર્ટના અધિકારીઓએ આ જાણકારી આપી. એએફપીના જણાવ્યાં મુજબ આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. જેમાં બાળકો પણ સામેલ છે. મંત્રાલયના જણાવ્યાં મુજબ વિમાન ટેક ઓફ બાદ નિર્ધારિત ઊંચાઈ સુધી પહોંચી શક્યું નહીં અને સંતુલન ગુમાવી બેઠું. અને બે માળની ઈમારત સાથે ટકરાઈને દુર્ઘટનાગ્રસ્ત થયું. 

— AFP news agency (@AFP) December 27, 2019

એક ફેસબુક પોસ્ટમાં અલ્માટી એરપોર્ટના અધિકારીઓએ વધુમાં કહ્યું કે કેટલાક લોકો દુર્ઘટનામાં બચી ગયા છે પરંતુ સંખ્યાની સત્તાવાર જાહેરાત હજુ થઈ નથી. વિમાનમાં 95 મુસાફરો અને 5 ક્રુ મેમ્બર્સ સવાર હતાં. વિમાન અલ્માટીથી કઝાખિસ્તાનની રાજધાની નૂર સુલ્તાનની મુસાફરી કરી રહ્યું હતું. પરંતુ રડારથી ગાયબ થઈ ગયું. બચાવ અભિયાન હજુ ચાલુ છે. 

જુઓ LIVE TV

કઝાખ સરકારે આ ઘટનાની તપાસ માટે ખાસ કમિશન બનાવ્યું છે. મંત્રાલયે કહ્યું કે દુર્ઘટનાની તમામ માહિતી અને કારણ મળી જશે. જ્યાં સુધી ઘટનાની સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આ પ્રકારના વિમાનોની તમામ ઉડાણ સસ્પેન્ડ રહેશે. 

વિમાન એક રહેણાંક વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. એરપોર્ટના અધિકારીઓએ એમ પણ કહ્યું કે તેમણે દુર્ઘટના બાદ ફોકર-100 વિમાનોની ઉડાણો સસ્પેન્ડ કરી છે. બેકમ એર લાઈન અલ્માટીથી નૂર સુલ્તાન સુધીની ઉડાણો માટે ફોકર-100 વિમાનોનો ઉપયોગ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news